Acid Attack: દિલ્હીમાં ધોળે દિવસે 12માં ધોરણની વિદ્યાર્થની પર એસિડ ફેંક્યો, એકની ધરપકડ
દિલ્હીમાં 12માં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની પર એસિડ ફેંકાવવાની ચોંકાવનારી અને ખૌફનાક ઘટના સામે આવી છે. દ્વારકા મોડ વિસ્તારમાં ઘટેલી આ ઘટનામાં ભોગ બનેલી પીડિતાની હાલત ગંભીર છે. વિદ્યાર્થીનીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. એવું કહેવાય છે કે આરોપી છોકરો અને પીડિત છોકરી એકબીજાને ઓળખતા હતા.
Acid Attack on School Girl: દિલ્હીમાં 12માં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની પર એસિડ ફેંકાવવાની ચોંકાવનારી અને ખૌફનાક ઘટના સામે આવી છે. દ્વારકા મોડ વિસ્તારમાં ઘટેલી આ ઘટનામાં ભોગ બનેલી પીડિતાની હાલત ગંભીર છે. વિદ્યાર્થીનીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. એવું કહેવાય છે કે આરોપી છોકરો અને પીડિત છોકરી એકબીજાને ઓળખતા હતા.
પીડિત વિદ્યાર્થીની શાળાએ જઈ રહી હતી ત્યારે જ આરોપીએ એસિડ ફેંક્યો અને ઘટનાને અંજામ આપ્યો. દ્વારકા મેટ્રો સ્ટેશન પાસે છોકરાએ છોકરીના મોઢા પર એસિડ ફેંક્યો. પીડિતા મોહન ગાર્ડનમાં ભાડાના ઘરમાં રહે છે. બુધવારે સવારે લગભગ 9 વાગે ધ્યાનમાં આવેલા આ એસિડ એટેકની ઘટનાનો માસ્ટર માઈન્ડ કોણ છે એવા સવાલોના જવાબ મેળવવા માટે દિલ્હી પોલીસ સતત તપાસ કરી રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube